STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

પરિવર્તન

પરિવર્તન

1 min
214

એકવિધતાથી સદા કંટાળું હું પરિવર્તનનો પ્રેમી છું,

એકધારા જીવનને હું ટાળું હું પરિવર્તનનો પ્રેમી છું,


સતત દુઃખ કે સુખ મનની શાંતિને હણનારાં સમજો,

હું તો શૃંગ ગર્તમાં સમો ગાળું હું પરિવર્તનનો પ્રેમી છું,


નભમંડળના ચાંદ સૂરજના ઉદય અસ્ત બદલાતા ને,

અનુકૂલનના નિયમોને હું પાળું હું પરિવર્તનનો પ્રેમી છું,


જડ બનીને સતત એકધારું જીવવું ના મંજૂર મુજને,

નદી નાવ સંજોગને ના તાળું હું પરિવર્તનનો પ્રેમી છું,


હોય છે મિજાજ પોતપોતાના બદલાતા સંજોગોના,

એમાંય હરિઈચ્છાને હું ભાળું હું પરિવર્તનનો પ્રેમી છું.


Rate this content
Log in