STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

પ્રેમનો પર્યાય

પ્રેમનો પર્યાય

1 min
186

પ્રેમનો પર્યાય બનીને અવતર્યા 'મા' તમે.

ઉરે લાગણી તણા ભંડારો ભર્યા 'મા' તમે


સર્વસ્વ લાગતું તમને કુટુંબ તમારું સદાએ,

એના કાજે જાણે ભેખને ધર્યા 'મા' તમે.


સમર્પણનો શિલાલેખ એ જિંદગી તમારી, 

પરહિત કાજે કેટકેટલાં સહન કર્યાં 'મા' તમે.


લાગે છે મને ઈશથીય અધિક જીવન તમારું,

સંતાન ખાતર ભરવસંતે ખર્યાં 'મા' તમે.


સર્જી ઉપકારોની વણજાર એક પછી એક,

કેટલું તમારા માટે કદીએ જીવ્યાં 'મા' તમે !


ના મળી મૂરત તમારા સમી તમે ગયાં પછી,

એથી જ ડગલેને પગલે સાંભર્યાં 'મા' તમે.


Rate this content
Log in