પ્રદૂષણ
પ્રદૂષણ
1 min
214
પ્રદૂષણ એક મોટો પડકાર આજે દેશ માટે.
કરવો જ ઘટે એનો ઉપચાર આજે દેશ માટે.
ઉદ્યોગોને પરમાણુ પ્રયોગો જન્મદાતા એના,
સ્વચ્છતાનો સૌ કરો વિચાર આજે દેશ માટે.
વધી રહ્યું છે તાપમાન પ્રતિદિન ધરતી તણું,
પર્યાવરણ રક્ષાનો આચાર આજે દેશ માટે.
મંડરાઈ રહી છે આફત અવની પર કેટલી,
વૃક્ષો ઉછેરવાનો હો નિર્ધાર આજે દેશ માટે.
પીગળી રહી છે હિમશિલાઓ અવિરત જે,
છે કુદરતી આફત અણસાર આજે દેશ માટે.
' એક બાળ એક ઝાડ ' ને સહુ અનુસરીએ ને,
જળ- વાયુ રક્ષતાં જીવનસાર આજે દેશ માટે.
