STORYMIRROR

Hemangi Bhogayata

Children Stories

4  

Hemangi Bhogayata

Children Stories

પપ્પા કહેતા

પપ્પા કહેતા

1 min
690

લે મારો હાથ પકડ, મને પપ્પા કહેતાં,

મને સ્કૂલે તેડવા આવવા તડકો સહેતા.


પહેલો એકડો પપ્પાએ જ તો ઘૂંટાવ્યો,

પડતાં-પડતાં દરેક વખતે મને બચાવ્યો.


હાથ પકડીને શીખવાડી ચલાવતા સાઇકલ,

ડાન્સ શીખવીને કહેતા કે બનજે માઈકલ.


જે જોઈએ એ વણમાંગ્યે અપાવી દેતા,

લે મારો હાથ પકડ એમ પપ્પા મને કહેતા.


મિત્રની જેમ હાથ મારો પકડી રાખ્યો,

મને સદૈવ છાતી સરસો જકડી રાખ્યો.


મારા દરેક કદમ પર જાજમ તેમણે બિછાવી,

મારા તમામ દુઃખોની તેઓ જ તો હતા ચાવી.


મારો હાથ હવે કેમ હાથમાં નથી લેતા?

લે મારો હાથ પકડ મને એમ પપ્પા કહેતા !


Rate this content
Log in