STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

પંખી કહે છે

પંખી કહે છે

1 min
150

પેલું પંખી કહે છે કે માનવ થઈને આ ઝાડ શાને કાપો ?

પેલું પંખી કહે છે કે માનવ થઈને આટલું કષ્ટ કાં આપો !


વાસ અમારો તેની ડાળીએ ના છીનવો આશરો અમારો,

પેલું પંખી કહે છે કે માનવ થઈને અમને શીદને સંતાપો ?


ટાઢ, તડકાને વરસાદ અમને સાચવનારું એ ઝાડ એક,

પેલું પંખી કહે છે કે માનવ થઈને આટલું વેણ તો રાખો,


બચ્ચાં અમારાં છે હજુ નાનાં શી થશે એની વલે પછી,

પેલું પંખી કહે છે કે માનવ થઈને સૂનો ન કરો ગામ ઝાંપો,


નથી અમારે હાથપગ માત્ર ચાંચથી બનાવો અમે માળો,

પેલું પંખી કહે છે કે માનવ થઈને ન બગાડો રે બૂઢાપો,


લાગશે તમને હાય અમ છોરુની ના કદી સુખ પામશો,

પેલું પંખી કહે છે માનવ થઈને શાને બાંધો તમે પાપો ?


Rate this content
Log in