Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

પધારો પુરુષોત્તમ

પધારો પુરુષોત્તમ

1 min
16

રહ્યા અશ્વિનમાસે અવનીવાસી આવકારી,

પધારો પુરુષોત્તમ પ્રભુ પૃથ્વી પર પાવનકારી.

આવો તજી ક્ષીરસાગરને કરી ગરુડ સવારી,

પધારો પુરુષોત્તમ પ્રભુ પૃથ્વી પર પાવનકારી.

ઝંખે માનવહૈયાં ક્ષણેક્ષણ હે કેશવ મોરારી,

વ્રતજપતપ કરી રીઝવે આપને સૌ નરનારી.

ઉગારો અવનીપટલે સતાવતી સૌને મહામારી,

પધારો પુરુષોત્તમ પ્રભુ પૃથ્વી પર પાવનકારી.

ભક્તજનની અપાર આરઝૂ લેજો પ્રભુ સ્વીકારી,

વરસાવો કૃપા જગતનિયંતા તમે તો કરુણાકારી.

વિદારો આવતી કુદરતી આફતોને હરિ અણધારી,

પધારો પુરુષોત્તમ પ્રભુ પૃથ્વી પર પાવનકારી.

Rate this content
Log in