પાનખર
પાનખર

1 min

505
'મા' તારા પ્રેમમાં કદી પાનખર ન આવે,
'મા' તું તો કાયમ સંતાનકાજ વસંત લાવે.
હરિના પ્રેમે રખેને ધર્યું હશે રૂપ જનનીનું,
'મા' તારું વાત્સલ્ય ખુદ ઈશ્વરને ભૂલાવે.
હે પ્રભુ કદી જો દે ભાગ્ય લખવાનું 'મા'ને,
કોઈ સંતાનને કદી મુસીબત નહિ ડરાવે.
જનેતાની વાત ક્યો કવિ વર્ણવી શકતો ?
એની લાગણી પામવા વિભુ લલચાવે !
અવતર્યો પ્રેમ પરમેશ માતાના મનમાંને,
એની તોલે જગદીશ તું પણ કદી ન ફાવે !