STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

પાડોશી મારા

પાડોશી મારા

1 min
351

મને પહેલા સગા એ લાગતા પાડોશી મારા,

મને સ્વજન એનો સમજતા પાડોશી મારા,


બહાર નીકળતાં 'જય શ્રીકૃષ્ણ' ઉચ્ચારતા,

સુખેદુઃખે જે હમકદમ બનતા પાડોશી મારા,


ઓશિકે હોંકારો મારે એના પાસે રહેવાથી,

ક્યારેય પારકો મને ન ગણતા પાડોશી મારા,


એક પડકારે હાજર થઈ હાલહવાલ પૂછતા,

ક્યારેક તો સગાનેય ભૂલાવતા પાડોશી મારા,


કૃપા પ્રભુની કે આવા સજ્જનો મળ્યા મને,

રસ્તાની મુલાકાતે એ મલકતા પાડોશી મારા.


Rate this content
Log in