ઓળખી લે છે
ઓળખી લે છે


મારા કહ્યા વગર,
મારા દર્દને જાણી લે છે,
અને આમજ મને દુઃખી આત્મા,
કહી હસાવી જાય છે તું.
મારા મૌનમાં છુપાયેલી,
દિલની ભાવનાઓના,
અર્થને જાણી લે છે તું.
અને દર વખતે મને સરળતાથી,
મનાવી લે છે કેમ કે,
મારા રિસાઈ જવાના,
તર્કને જાણી લે છે તું.
આવી છે મારી જિંદગીમાં,
જ્યારથી જીનુંની સરગમ બનીને,
મારા વેરાન જીવનમાં,
વસંત બનીને મેહક ફેલાવી દીધી તે.
ધ્યાન તો રાખે જ છે તું મારી ખુશીઓનું,
મારી દરેક નાની-મોટી વાતોનું,
મારા બધા જખ્મોની ગર્તને જાણી લે છે તું.
p>
અને મારી ખુશી માટે કશું પણ કરી જાય છે તું,
અને જીનલ માટેજ નથી મંજુર કડવાશ,
આપણા સબંધમાં કે ઘરમાં કે પરિવારમાં.
સાવ સહજ છે મારા અનમોલ રતન,
આપણો આ સ્નેહ જે મારી જિંદગીનો,
અણમોલ ખજાનો છે.
તું મારા જિંદગીના સાચા અર્કને જાણી લે છે
અને આ તમારો બંન્નેનો પ્રેમજ મારું,
જીવન જીવવાનું સાચું બળ છે.
મારી લેખક તરીકેની ઓળખાણ પણ,
તમારી પ્રેરણા અને પ્રોત્સાહન જ છે,
એ હું દિલથી સ્વીકારું છું.
તું મને અને મારા દરેક ભાવને,
ઓળખી લે છે, હું ખૂબ જ નસીબદાર છું,
કે મને આવા સમજદાર બાળકો મળ્યા છે.