નવલા નોરતા
નવલા નોરતા
1 min
13K
નવલા નોરતાની રાત રઢિયાળી
ગરબે ઘૂમતી ગોપીયો નખરાળી
તબલાના તાલે થનગનતી
ઢોલકના નાદે રૂમઝુમતી
ઝામે છે ગરબાની રમઝટ
વહે છે સૂરોની સરગમ
હૈયામાં જાગે છે ઉમંગ
રમે છે ગોપ-ગોપી સંગ-સંગ
માવડી આવે છે ધરતી પર આજ
લોક સંગ ગરબે ઘૂમવા ને કાજ
