STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

નવા ચશ્મા નવી દુનિયા

નવા ચશ્મા નવી દુનિયા

1 min
291

કંઈક બાણ છે મારા ભાથામાં,

એ બાણોને મને જોવા દે,


સામે ઊભેલા સગાવહાલાંનો કાફલો,

એ કાફલાનો વિરોધ પણ જોવા દે,


થનગનતા કરતા મારા બાણ,

એ બાણ છોડવા માટે ધનુષ્ય તો જોવા દે,


અત્યાર સુધી પહેર્યા હતા જુના ચશ્મા,

એ જુના ચશ્માના તૂટેલા ગ્લાસ,

એ ગ્લાસની આરપાર તો જોવા દે,


થાકી ગયો, તૂટી ગયો, અંતે લાવ્યો નવા ચશ્મા,

એ નવા ચશ્મામાંથી, 

સ્વાર્થની નવી દુનિયા તો જોવા દે,


સજાવી દીધા મારા બાણોને,

હવે નવું મહાભારત તો થવા દે,


નવા ચશ્મા તો પહેરવા દે,

નવી દુનિયા તો જોવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama