નથી હોતી
નથી હોતી
1 min
23.6K
મફત મળેલાંની કદીએ કિંમત નથી હોતી.
કેસરી સમાન કપોતની હિંમત નથી હોતી.
સત્ય એ આખરે સત્ય જ રહેવાનું સદા,
જૂઠમાં વળી કોઈની દસ્તખત નથી હોતી.
પ્રેમમાં પરાસ્ત થનાર લાઈલાજ હોય છે,
એના ઉરતણી ચોક્કસ મરામત નથી હોતી.
કૈંક કરી છૂટવાની હોય છે ખ્વાઈશ જેની,
રહે અટલ, ગતિ એની ગતાનુગત નથી હોતી.
પ્રેમ એ તો પ્રેમ છે જે અલંકારે અનન્વય,
સ્વરુપ ઈશનું એમાં વળી શરત નથી હોતી.
