નમામિ દેવી નર્મદે
નમામિ દેવી નર્મદે

1 min

657
ખળખળ વહેતી નર્મદા,
મસ્તીમાં વહેતી નર્મદા,
અમરકંટક છે ઉદ્દગમ સ્થાન,
સાગર સાથે થાય મિલાપ,
શંકર પુત્રી એ કહેવાય,
જગની એ માતા કહેવાય,
રમતિયાળથી રેવા થાય,
કંકર કંકર શંકર શિવાય,
ભૃગુ એ કર્યો છે વાસ,
રેવા તટે કર્યો નિવાસ,
રેવા તટે જ્યોર્તિલિંગ,
ઓમકારેશ્વર શિવલીંગ,
રેવા તટે તીર્થ સ્થાન,
પરિક્રમાનો મહિમા અપાર,
બ્રહ્માંડમાં એક અખંડ,
નદી નર્મદા રેવા નીર,
રેવાના ઉછળતા વેવ,
બોલે એ,
હર હર મહાદેવ"
બોલે એ,
"હર હર મહાદેવ"