STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

નિરંતર

નિરંતર

1 min
225

લક્ષ્યની શોધમાં મથવું નિરંતર,

મળે તે આપણું માનવું નિરંતર,


ના થવું નાસીપાસ હાર પામતાં,

સફળતા સુધી તો ચાલવું નિરંતર,


અંતરાયો આવે છોને કર્મપથમાં,

કરીને સામનો સદા ધપવું નિરંતર,


આપણે આપણા ભાગ્યવિધાતા,

સનાતન સત્યને સમજવું નિરંતર,


પ્રસ્વેદે પ્રારબ્ધ પલટાવી શકાય છે,

એ મનમાં આપણે રાખવું નિરંતર,


Rate this content
Log in