નિજાનંદ
નિજાનંદ

1 min

27
હવે તો બે લીટી વચ્ચેનું પણ વંચાય છે.
શું શબ્દ ? શું અર્થ ? આખરે કહેવાય છે.
ઊંડે ઊંડે સાદ કોઈનો રખેને સંભળાય છે,
ઐક્ય દિલને દિમાગનું કેટલુંય દેખાય છે!
શબ્દાતીત અભિવ્યક્તિ મનને ગમતી ખરી,
સ્થાન જિહ્વાનું આજે નયન લઈ જાય છે!
શબ્દશૂન્ય મૌન આજે અદકેરું થઈ ઊભું,
આચ્છાદિત અંતરે આહ્લાદાયક અનુભવાય છે.
નિજાનંદે જોને સાદ કીધો બ્રહ્માનંદને આજે,
વણઉકેલ્યા ગ્રંથો આપોઆપ વંચાઈ જાય છે.