STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

નારી

નારી

1 min
917

બદલાતી પરિસ્થિતિને અનુકળ થાય છે નારી,

દુઃખને પણ સહીને આગળ વધી જાય છે નારી,


અખૂટ ધીરજને સહનશીલતા ભરી છે એનામાં,

શ્વસુરગૃહે પણ કેવી આખરે મલકાય છે નારી,


માનતા, આખડી રાખી પથ્થરમાં પ્રાણ સંચારતી,

અફસોસ તોય ક્યાં કદીએ એ સમજાય છે નારી,


ત્યાગ અને સમર્પણ જેના વ્યવહારે નીતરનારું છે,

બાળક માટે શિક્ષક બનીને એ હરખાય છે નારી,


અવગણના, અવહેલના સહી અંતરે ધરબી દેતી,

તોય ક્યાં એનામાં પતિવ્રતારૂપ દેખાય છે નારી !


Rate this content
Log in