નામસ્મરણ
નામસ્મરણ
1 min
462
ધાર્યું ધણીનું થાય જગતમાં,
લીલા એની ન કળાય જગતમાં.
મનના અહંને નેવે મૂકોને,
હરિ નામ કદી ના ચૂકોને,
પામર પ્રાણી મૂંઝાય જગતમાં.
એના ઇશારે દુનિયા ચાલે,
કેવો રચ્યો સંસાર વહાલે,
કર્મ કદી મિથ્યા ન થાય જગતમાં.
કાલે કર્યું આજે પામવાનું,
એમાં સૌ કોઈએ જીવવાનું,
કર્મની ગતિ ના પમાય જગતમાં.
રંકને રાજા થતા જોયા,
ચમરબંધીને ઝૂકતા જોયા,
નામ થકી તરી જાય જગતમાં.
