નામ સ્મરણ
નામ સ્મરણ


નામ તારું સર્વને હરિ આપતું.
સાર શાસ્ત્રોનો સદા સમજાવતું.
હેત હૈયે આવતાં આવી જતું,
દુઃખ સઘળાં જગ તણાં ભૂલાવતું.
થાય રાજી રામ દેખી દીનતા,
સંકટો નિજજન કેરાં જે ટાળતું.
અંતરે આનંદ છલકાતો ઘણો,
યાદ તારી આવતાં તડપાવતું.
નાથ સ્વીકારો અમારી આરઝૂ,
હોય જે તારાં કદી પુલકાવતું.