ના ગમે મને
ના ગમે મને

1 min

399
સાવ એકલું અટૂલું જીવન ના ગમે મને.
મનવિનાનું થાય જે નમન ના ગમે મને.
છે દુનિયા તો સંઘર્ષ કરવો અનિવાર્ય,
દુઃખીને નિરાશ જે વદન ના ગમે મને.
સ્વયંશિસ્તની વાતનો આગ્રહી ખરોને,
કરીને દમન થતું જે શમન ના ગમે મને.
શ્રદ્ધાને મૂકી દઈને કોરાણે ઔપચારિક,
ગતાનુગત લેવાતું આચમન ના ગમે મને.
અહંપોષી સજીવો કચડતા અરમાનોને,
બીજાની બુઝાય ઈચ્છાઅગન ના ગમે મને.
ચૂકી વિવેક સમદ્રષ્ટિનો મામકા: જ સારા,
પારકાની ભડકતી ઉરતપન ના ગમે મને.