STORYMIRROR

Snehal Joshi

Others

1.0  

Snehal Joshi

Others

ન છોડી જા.

ન છોડી જા.

1 min
14.3K


આમ તું પ્યારમાં ન છોડી જા,
સાવ મઝધારમાં ન છોડી જા.

પુષ્પ કરતાય સાવ હળવો છું,
તું મને ભારમાં ન છોડી જા.

જ્યાં ગુમાવ્યું હતું હ્રદય આખું,
એજ વિસ્તારમાં ન છોડી જા.

સ્હેજ પણ દૂર થાઉં તારાથી,
એવા વ્યવહારમાં ન છોડી જા.

ને પડી જાઉં આંખથી એવા,
કોઈ અધિકારમાં ન છોડી જા.

સ્પષ્ટ કર આપણા આ સંબંધો,
આમ અણસારમાં ન છોડી જા.

ખુબ  ગહેરાઈથી જ જીવ્યો છું,
ખીણની ધારમાં ન છોડી જા.


Rate this content
Log in