અભાવ
અભાવ
1 min
13.7K
તારા વિરહમાં સાંજને જીરવી ગયો છું હું.
તારા વિરહમાં એક પળ અટકી ગયો છું હું.
તારા વિરહમાં શ્વાસને આવી છે તીવ્રતા,
તારા વિરહમાં જિંદગી સમજી ગયો છું હું.
તારા વિરહમાં યાદ નથી હું મને રહ્યો,
તારા વિરહમાં કેટલું ભૂલી ગયો છું હું.
તારા વિરહમાં સૂર્ય બન્યો છું સવારથી,
તારા વિરહમાં ડૂબતા શીખી ગયો છું હું.
તારા વિરહમાં શબ્દ અહીં બોલતા નથી.
તારા વિરહમાં શાયરી પામી ગયો છું હું.
