મૃત અને જીવંત
મૃત અને જીવંત

1 min

32
મૃત અને જીવંતમાં કૈંક ફરક હોવો જોઈએ.
છીએ જીવતા એનો કૈંક હરખ હોવો જોઈએ.
ખાલી શ્વસીને જીવન પસાર કરનાર ગુમાવે,
માનવ્ય પાસાંથી પશુથી વરત હોવો જોઈએ.
આહાર, નિદ્રા, ભયને મૈથુન સામાન્ય દેખાતાં,
ઈશને દીધાં વચન હિસાબ પરત હોવો જોઈએ.
બુદ્ધિથી છે બળવત્તર પશુથી માનવી હંમેશાં,
સદુપયોગે જીવન લહાવો મરક હોવો જોઈએ.
માત્ર જીવન વિતાવનાર છે ભારરૂપ જગતને,
જીવનના સાફલ્યનો કૈંક અરથ હોવો જોઈએ.