Shop now in Amazon Great Indian Festival. Click here.
Shop now in Amazon Great Indian Festival. Click here.

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

મોંઘવારી

મોંઘવારી

1 min
23


ગરીબ અને મધ્યમને ભરખી ગઈ મોંઘવારી.

જાવકના આધારે ના સરખી થઈ મોંઘવારી.


કૂદકે ભૂસકે વધનારી એ આમજનને આકરી,

બનાવી ગ્રાસ જનતાને હરખી રહી મોંઘવારી.


વહેવારની વાતે એ લોકોને મૂંઝાવનારી રહીને,

હીર ચૂસાયું તોય લોકને પરખી રહી મોંઘવારી.


વધતા ખર્ચા સામે આવક ન થઈ શકી પૂરીને,

નાની પછેડીને સોડ મોટી કરતી રહી મોંઘવારી.


કૈંકના જીવ લેનારી એ ટેન્શનની છે જન્મદાત્રી,

દિનપ્રતિદિન હરણફાળ ભરતી રહી મોંઘવારી.


અજગર ભરડો એનો રહ્યો છે લોકને સતાવી,

બની મધુમક્ષિકા આમજન ડંખી રહી મોંઘવારી.


Rate this content
Log in