મને
મને




પ્રેમનો પ્યાલો પ્રભો પાજે મને,
હેતનું જીવન કદી દેજે મને,
નામ તારું શ્રીહરી આધાર છે,
ભક્તિના સૂરો ઉરે બાજે મને,
સ્નેહ તારો છે સતત જે આવતો,
નૈનની ભાષા પ્રભો કાજે મને,
આવજે તું અબ્ધિવાસી આંગણે,
લ્હાવ દરશનનો મળે આજે મને,
વાત તારી છે અનોખી નાથજી,
છે સ્મરણ આવું સદા છાજે મને.