મન
મન

1 min

56
મન મારું આસમાની કરતું નિત ગગનવિહાર.
જાતજાતનાં ભાતભાતનાં હોય એના વિચાર.
પાલવ કલ્પનાનો ઝાલીને ઉડ્ડયન એ કરનારું,
પવન કરતાંય જાય પહેલું રહેતું સદા એકધારું.
સજાવે સપ્તરંગી સોણલાં ન હોય જેનો અંત,
દૂર હોય સચ્ચાઈથી તો પણ રાખ્યે જાય ખંત.
થઈને બેકાબૂ જાણે અશ્વ વિના હોય લગામ,
મનચાહ્યું મેળવવાને એને હૈયે એક જ હામ.
વ્યાપ એનો એટલો કે અંતર ન માપી શકાય,
રોકીરોકી થાકું તોય એ કદીએ ના એ પકડાય.