મન મારું
મન મારું
1 min
359
તને પામવાને ઝંખી રહ્યું મન મારું,
તને પામવાને તડપી રહ્યું મન મારું,
આમ તો ષડરિપુગ્રસ્ત રહેનારું એ,
તને પામવાને વલખી રહ્યું મન મારું,
ચંચળતા એ સહજ દોષ છે એનો,
પ્રત્યેકમાં તને પરખી રહ્યું મન મારું,
જડચેતન સઘળે હાજરી હરિ તારી,
તારી સત્તા ભાળી મરકી રહ્યું મન મારું,
છે વહેંચાયેલું વિવિધ વિષયોમાં એ,
સ્તુતિ સ્તવને રખે પુલકી રહ્યું મન મારું.
