મક્કમ મનોબળ
મક્કમ મનોબળ

1 min

12K
અશક્ય પણ શક્ય થઈ જાય છે મક્કમ મનોબળથી.
મૂલ્ય માનવદેહનું શું ? સમજાય છે મક્કમ મનોબળથી.
મુસીબતો ના ડરાવી શકે દ્રઢ મનોબળ હોય ત્યારેને,
રસ્તા વિજયના ખુલ્લા થાય છે મક્કમ મનોબળથી.
પુરુષાર્થીને નથી નડતા માર્ગમાં અંતરાયો આવનારા,
આફત પણ અવસરમાં પલટાય છે મક્કમ મનોબળથી.
લક્ષ્યવેધ બની જાય છે સહજસાધ્ય હિંમતભેરથી,
નિષ્ફળતા શબ્દ સ્વયં ભૂંસાય છે મક્કમ મનોબળથી.
દેખાય છે આંખ પક્ષીની હોય છે જે વીંધવાની કદી,
કોઈ સમર્થ પાર્થ પ્રગટી જાય છે મક્કમ મનોબળથી.