મિત્રતા થકી
મિત્રતા થકી
1 min
167
ગયા ભવનું ૠણાનુબંધન દેખાય છે મિત્રતા થકી,
વગર લોહી સંબંધે લેણદેણ થાય છે મિત્રતા થકી,
સમાન વિચારધારા મળતાં મનમેળ બની જાય છે,
સુખદુઃખે એકમેક સાથ આપી જાય છે મિત્રતા થકી,
કૃષ્ણ સુદામા જૂગજૂનું દ્રષ્ટાંત છે આજેય જીવંત,
હરખ કે શોકમાં હમસફર થઈ જાય છે મિત્રતા થકી,
નથી નડતો ભેદ નાતજાત કે રંકરાયનો એમાં કદીએ,
સમજી એકબીજાને વખતે નિભાવાય છે મિત્રતા થકી,
સ્વાર્થની બદબૂ ના હોય તો સરાહનીય સંબંધ માનો,
ઓશિકે હોંકારો પરસ્પરનો પરખાય છે મિત્રતા થકી.
