STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

મિલનવેળા

મિલનવેળા

1 min
440


જાગ જીવ જગતથી આજ,

હરિમિલનની વેળા આવી,

રાખશે હરિવર તારી લાજ,

હરિમિલનની વેળા આવી.


મુલાકાત પરમની થાશે,

મનભરીને સન્મુખ કેવી ગમતી,

દિવ્યચક્ષુ મળશે એ કાજ,

હરિમિલનની વેળા આવી.


પરમકૃપાળુ પરમેશ્વર,

પયનિધિ હોય જેનો સદા નિવાસ,

સજી લે હરિભજનનાં સાજ,

હરિમિલનની વેળા આવી. 


નયન થયાં તરસ્યાં ચાતકી,

પ્રભુ તવ દર્શન કરવા આજ,

ખૂલશે આતમતેજનાં રાઝ,

હરિમિલનની વેળા આવી.


અંતરયામી અદભુત અનંત,

અવિનાશી અબ્ધિવાસી,

મળશે તને એ સહિત સમાજ,

હરિમિલનની વેળા આવી.


ફળ્યાં સુકૃત જન્મોજન્મનાં,

ને અવસર મંગલ આવ્યો કેવો !

મળ્યા મોરમુકુટ શિરતાજ,

હરિમિલનની વેળા આવી.


Rate this content
Log in