Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

4  

Kaushik Dave

Others

મેહુલિયો

મેહુલિયો

1 min
290


પડે ગરમી પણ પવન ના વાય 

ગરમીથી ત્રસ્ત ત્રાહિમામ થવાય

હે ભગવાન કેવી છે તારી આ માયા !


વાતાવરણ બદલાયું ને આંધી તોફાન લાવ્યું

અચાનક કાળા વાદળોથી આકાશ છવાયું

હે ભગવાન કેવી છે તારી આ માયા !


કડડડ વીજળીના ચમકારા થાય

કાળા વાદળોમાં ગડગડાટ થાય

હે ભગવાન કેવી છે તારી આ માયા !


ધીરે ધીરે થોડા થોડા ઠંડા ટીપાં પડતા જાય

લાગે છે કે હવે મેહુલિયો જામતો જાય

હે ભગવાન કેવી કરે છે તું કરામત !


મોરલો ટહૂકે ને બાળકો છબછબિયાં કરે

વરસાદની મૌસમનો આનંદ કેવો રહે

હે ભગવાન કેવી છે તારી આ માયા !


આકાશમાં મેઘધનુષ છવાઈ જાય

ધરતી પણ મેહુલિયાથી ભીની ભીની થાય

હે ભગવાન કેવી છે તારી આ માયા !


વરસાદ પડે ને આનંદ ખેડૂતોને થાય

સૌ લોકો  વરસાદના આગમનને વધાવતા જાય

હે ભગવાન કેવી છે તારી આ માયા !


લાગે છે કે ધરતી હજુ પણ પ્યાસી છે

વધુ પડશે વરસાદ એની પણ સાક્ષી છે

હે ભગવાન કેવી છે તારી આ માયા !


આશા રાખીએ કે વર્ષાઋતુ સારી જાય

નદી નાળા તળાવ ઉભરાઈ પણ જાય

હે ભગવાન કેવી છે તારી આ માયા !


સુખે રહેવાના દિવસો પણ આવે

જો મેહુલિયો મન ભરીને આવે.

હે ભગવાન કેવી છે તારી આ માયા !


ભગવાન તારી કૃપા હવે વરસાવ

તારી માયાથી ધરતીને બચાવ..

હે ભગવાન કેવી છે તારી આ માયા !


Rate this content
Log in