STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

માવતર

માવતર

1 min
638

હરપળે સંતાનનું હિત વિચારે છે માવતર,

એનાં સુખમાં પોતાનું સુખ માને છે માવતર,


પોતે કેટકેટલું વેઠીને સંતાનને આગળ લાવે,

બલિદાન નિજસુખનું સદા આપે છે માવતર,


મૂક આશિષ હરહંમેશ નજરમાં છલકાતી,

છોરુની તકલીફ દેખી અશ્રુ સારે છે માવતર,


ન થઈ શકાય મુક્ત એનાં ૠણમાંથી કદીએ,

ઈશ્વરથીય અધિક ઉપકારો કરે છે માવતર,


નથી ખૂટતો સ્નેહ એનો ઉમ્રભર અમીવરસે,

કોળિયો મુખેથી કાઢી પેટ ભરે છે માવતર,


આવવાનું બને પ્રભુ મુજ આંગણે તારે કદી,

માન્ય તો જ મને જો એ રૂપ ધરે છે માવતર.


Rate this content
Log in