માતૃવિદાય
માતૃવિદાય

1 min

324
હતાં જે હારોહાર આજે એ છબીમાં વસી ગયાં,
પ્રેમ જેનો પારાવાર આજે એ છબીમાં વસી ગયાં.
ઈશને રખે તમારું જનેતા કોઈ કામ પડ્યું હશે નક્કી,
તુજવિણ છે નિસ્સાર આજે એ છબીમાં વસી ગયાં.
શબ્દ એનો "બેટા" સાંભળવા દેવતાઓ તરસતા,
જેને ઈશતણી અણસાર આજે એ છબીમાં વસી ગયાં.
નિઃસ્વાર્થ પ્રેમ જેનો સંતાન માટે સર્વસ્વ સદાકાળ,
ના ચૂકવાય કદી ઉપકાર આજે એ છબીમાં વસી ગયાં.
સ્વર્ગથીય મહાન છે માતા જેનાં કોટિકોટિ ઉપકાર,
સૂનો લાગે મને સંસાર આજે એ છબીમાં વસી ગયાં.