મારો અવાજ
મારો અવાજ
1 min
222
સત્યને સ્વીકારતો મારો અવાજ,
અસત્યને વિદારતો મારો અવાજ.
પ્રતિ ડગલે જીવું છું ખુમારી થકી,
કપટ દંભ પડકારતો મારો અવાજ.
રણકાર એમાં હશે પ્રમાણિકતાનો,
સદા ભૂલ સ્વીકારતો મારો અવાજ.
ના ડર ભય કે બીકને ઉચ્ચારનારો,
હિંમતને આવકારતો મારો અવાજ.
થોડાંથી ના રાચનારો હું કદી પણ,
ખોટાંને અટકાવતો મારો અવાજ.
