મારાં કદમ
મારાં કદમ
1 min
246
મને મારાં કદમ પર વિશ્વાસ છે,
ને રસ્તાનો પૂરેપૂરો અભ્યાસ છે,
મંજિલ મારી પ્રયત્નસાધ્ય બને,
એવા નિરંતર મારા પ્રયાસ છે,
રહીને અવનીએ નજર દોડાવું,
ઉપર ઉન્નત અડીખમ આકાશ છે,
અડચણોને કહી દઉં અલવિદા,
મનોબળ મારું હજુએ ખાસ છે,
ગ્રહ નક્ષત્રોને ભરી લઉં મુઠ્ઠીમાં,
પુરુષાર્થે પામવાની તલાશ છે.
