માનવતા.
માનવતા.

1 min

134
આજે માનવતા મૂકીને જીવે છે માનવી,
આજે માનવતા ચૂકીને જીવે છે માનવી,
સ્વાર્થની સંકુચિતામાં ગળાબૂડ માનવી,
કામ પડતાં દૃષ્ટને ઝૂકીને જીવે છે માનવી,
હજુય અકબંધ છે આકૃતિમાં માનવી,
પ્રકૃતિમાં દ્રષ્ટિ છે ટૂંકીને જીવે છે માનવી,
નથી રહ્યો હવે ભરોસો એકમેકનો એને,
છાશ પણ પીવે છે ફૂંકીને જીવે છે માનવી,
આજકાલ શોધવી પડે માનવતા સઘળે,
માણસાઈ એકાએક ડૂકીને જીવે છે માનવી.