માનવીનાં રૂપ
માનવીનાં રૂપ

1 min

20
હજાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
અપાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
નામ કમાવા જગમાં સારાં કામ એ દેખાડતો,
બે ચાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
દાન દઈ ગરીબને થોડું ફોટા એ પડાવનારોને,
બેકાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
કરી દગાખોરીને ભ્રષ્ટાચારને એ આચરનારો,
બેધાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !
ધરી માનભોગ મેવા તને પણ રીઝવનારો એ,
ઓથાર રૂપ માનવીનાં તેં જોઈ લીધાંને હરિ !