માનવદેહ
માનવદેહ
1 min
349
મળ્યો તને માનવદેહ હરખ હરખ,
મહત્વ એનું હવે તું પરખ પરખ,
સૌથી દુર્લભ ભેટ છે ભગવંત તણી,
સત્કર્મ કરી આપ બદલો પરત પરત,
ડૂબ્યા રહેવું ભોગમાં એ આત્મહત્યા,
મકસદ આ જીવન તણો વરત વરત,
દિનપ્રતિદિન ઓછું થાય છે આયુષ્ય,
સ્વાર્થમાં જીવવાનું એ છે નરક નરક,
ખૂબ ભટકયો જગજંજાળે ભૂલીને,
જાવું ઘટે હરિના શરણે તરત તરત.
