માનવ થઈને
માનવ થઈને
1 min
244
થઈને માનવ, માનવતા વર્તનમાં આચરીએ,
થઈને માનવ સભ્યતા વર્તનમાં આચરીએ,
ઓક્સિજન તો બધા જ સજીવો ગ્રહે છે,
થઈને માનવ બુદ્ધિમતા વર્તનમાં આચરીએ,
જીવનારા છે ઓછા; છે ઘણાંય શ્વસનારા,
થઈને માનવ સરળતા વર્તનમાં આચરીએ,
માનવ છે માનવનો શત્રુ અને મિત્ર પણ ખરો,
થઈને માનવ બંધુતા વર્તનમાં આચરીએ,
ખોટું બોલનારને કરનાર હારે છે આખરમાં,
થઈને માનવ સત્યાર્થતા વર્તનમાં આચરીએ.
