STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

માણસો

માણસો

1 min
15


જ્યાં જુઓ ત્યાં દેખાય છે માણસો હિસાબી.

જ્યાં જુઓ ત્યાં દેખાય છે માણસો રૂઆબી.


પરોપકારને પરગજુપણું થયા સાવ જૂના હવે,

જ્યાં જુઓ ત્યાં દેખાય છે માણસો મતલબી.


સ્વાર્થની સંકુચિતામાં અંધ બની ગયા કેટલાં?

જ્યાં જુઓ ત્યાં દેખાય છે માણસો ખ્વાબી.


શોર્ટકટની લાલચે મહેનત શૂન્ય થઈ ગયા સૌ,

જ્યાં જુઓ ત્યાં દેખાય છે માણસો નવાબી.


આગળ વધું તો માત્ર હું જ એવી માનસિકતા,

જ્યાં જુઓ ત્યાં દેખાય છે માણસો જવાબી.


કલ્પના રંગે રંગાઈ ગગનવિહારી થઈ જનારા,

જ્યાં જુઓ ત્યાં દેખાય છે માણસો ગુલાબી.


Rate this content
Log in