માણસ બનીને
માણસ બનીને

1 min

313
આજ માણસ બનીને સમજદાર છું,
આપની યાદનો હું અરજદાર છું,
છે ઘણા દોષ મારા દયા દાખવો,
આપની હું ક્ષમાનો તલબગાર છું,
ના ડરું આવતી આપદાઓ ભલે,
આખરે માનવીનો અવતાર છું,
ના તજું રાહ મારો કદી આફતે,
હું કર્મોને સદાએ વફાદાર છું,
ના ટળે હોંશ મારી કશું પામવા,
આપના સત્યનો હું આચાર છું.