STORYMIRROR

Bihag Trivedi

Others

2  

Bihag Trivedi

Others

માગે સંબંધ ઉછીનાં

માગે સંબંધ ઉછીનાં

1 min
14.2K


આંખોનાં ખચકામાં વાવ્યું’તું આંસુ, ઊગ્યાં છે ફૂલ તેમાં ભીના,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ, માગે સંબંધ ઉછીનાં...

 

એકાદ ક્ષણની વાત કહું, કેમ કરી,

જેને કહું છું હું, જિંદગી,

આવી અનેક ક્ષણ મૂકી મંદિરમાં,

રોજ કરું તેની હું બંદગી...

 

હવન સરીખો એક ભડકો છે ભીતરે, ન નાખો એમાં હવે ઘી ના,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ, માગે સંબંધ ઉછીનાં...

 

ભીતરમાં ભટકીને યાદોને આપ્યું,

મેં થોડું ખાતર થોડું પાણી,

પછી પાનખરે જામી જો કેવી લીલોતરી,

જાણે ભીતર હો ઉજાણી...

 

આમ દૂર દૂર બેસીને, મારી વસંતને, છાનીમાની તું હવે પી ના,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ, માગે સંબંધ ઉછીનાં...

 

 

 

 


Rate this content
Log in