STORYMIRROR

Bihag Trivedi

Others

2  

Bihag Trivedi

Others

કશું નહિ બને...

કશું નહિ બને...

1 min
13.5K


કિનારા વાળવાથી કશું નહિ બને,

પાળીને ચાળવાથી કશું નહિ બને...

 

આખોય રસ્તો ઊભરી આવશે આપમેળે,

પણ પથ્થરોને અડકવાથી કશું નહિ બને.

 

સદીઓની સદીઓ પસાર થઈ જશે પળવારમાં,

હા, ઇતિહાસને દોહરાવવાથી કશું નહિ બને.

 

બે હાથ છે,  જરા યા હોમ કરીને ધકેલ,

મુશ્કેલીને આમ પંપાળવાથી કશું નહિ બને.

 

અનંત સુધીની “વિઘ્ન દોડ“ છે, તું બસ દોડ,

આમ એકાદ-બે ડગ ભરવાથી કશું નહિ બને.

 

કાં તો રામ બનો , નહિ તો બનો હવે તમે કૃષ્ણ,

“બિહાગ” હવે આમ માણસ બનવાથી, કશું નહિ બને

 


Rate this content
Log in