અધૂરી ઈચ્છાઓ
અધૂરી ઈચ્છાઓ
1 min
14.7K
રોજ બપોરે,
એ જોરજોરથી બૂમો પાડે છેઃ
“કઈ ભંગાર આપવાનો છે?”
કેટલીય વખત મને થાય, કે
પૂછી જ લઉઃ
આ અધૂરી ઈચ્છાઓ
અને તૂટેલાં સપનાંઓની
શું કિંમત આપશે?
વર્ષોથી ભેગાં કરી રાખ્યાં છે
સારો ભાવ મળશે તો...
અમીર થઇ જઈશ ને!
