" મા "
" મા "
1 min
382
એકાક્ષરી શબ્દમાં બારખડી આખી સમાઈ છે.
શું કહું "મા" સર્વ સંબંધોમાં તું સદા સવાઈ છે.
તારા વહાલના કદી ના થઈ શકે હિસાબો લખી,
અલંકારે છો તું અનન્વય ઉરે છબી અંકાઈ છે.
સ્વર્ગથીય મહાન છે જનની તું ના નારાજ થતી,
લાગણી ન્યારી તારી શબ્દે સ્નેહ છલકાઈ છે.
છો ક્ષમામૂર્તિ તું અપરાધ બાળના અગણિતને,
અવિરત પ્રેમ વહાવતી ખુદ ઈશથી વખણાઈ છે.
ઉપકાર તારા અસંખ્યને માતૃૠણ ના ચૂકવાતું,
શી આપું ઉપમા માતા પ્રભુથી અધિક ગણાઈ છે.
