લખું છું
લખું છું

1 min

559
બે લીટીઓ વચ્ચેનું ઉકેલીને લખું છું,
આડીઅવળી વાતોને મેલીને લખું છું,
શબ્દો મારા સત્વ પૂરેપૂરું ન આપતા,
ન યાદ રહે એટલું હું ભૂલીને લખું છું,
અભિવ્યક્તિ મારી અધૂરી શક્ય છે,
યાદ આવે એટલું સંભારીને લખું છું,
અર્થની બાબતે સંકીર્ણ નથી કદી હું,
તમને બસ મારા જેવા ધારીને લખું છું,
અનુભૂતિનો અહેસાસ થાય છે વળી,
મારી મર્યાદાને હું સ્વીકારીને લખું છું.