લાખેણો પ્રેમ
લાખેણો પ્રેમ

1 min

361
લાગણીનો શ્વાસ છે આ ભાઈ બહેનનો પ્રેમ,
ખુશીઓનો ખજાનો છે આ લાખેણો પ્રેમ.
ચોતરફ છોને દગાખોરી છવાઈ આ નિ:સ્વાર્થ છે પ્રેમ,
મન તણો વિશ્વાસ છે આ પવિત્ર લાખેણો પ્રેમ.
દૂર છીએ આપણે તનથી છતાંયે દુઆઓનો ઢગલો છે,
દિલથી પાસ છીએ એકમેકનાં ઓ ભાઈ એ પ્રેમ છે.
જિંદગીના બાગમાં ખીલેલા પવિત્ર ફૂલ છીએ,
પ્રેમની સુવાસ એકમેકનાં મનને ભરી દે એ સુગંધ છીએ.
રક્ષાબંધન તો જિંદગી છે ભાઈ બહેનનું મીઠું ગીત,
સરગમનાં મીઠાં સૂરથી ભાવનામય બન્યું ગીત.