લાગણી
લાગણી
1 min
30
લાગણીના વિષયમાં સંતુલન જાળવવું જરુરી,
લાગણીના વિષયમાં મનોમંથન કરી લેવું જરુરી.
એ છે અદ્રશ્ય વીજપ્રવાહ સમી વહેનારી સદા,
લાગણીના અતિરેકથી પાછું વળી જવું જરુરી.
અતિ હરહંમેશ દુઃખને નોતરનારું સમજવાનુંને,
તાટસ્થ્ય કેળવીને વ્યવહારે બસ વર્તવું જરુરી.
ગુમાવી સંતુલન નમનારા આખરે હોય ખમનારા,
મધ્યમમાર્ગના હિમાયતી બની જઈને રહેવું જરુરી.
લાગણી શૂન્યતા નિશાની જડતાની ગણાય છેને,
છેડાના વિચારો તજી મધ્યમાં સૌએ ટકવું જરુરી.
