કવિતા - હૃદયનાં ઓટોગ્રાફ
કવિતા - હૃદયનાં ઓટોગ્રાફ

1 min

20
શબ્દો કવિતાના જીવંત લાગવા જોઈએ.
વાંચતાં જેને અંતરભાવ જાગવા જોઈએ.
કેવળ શબ્દશણગાર કે પ્રાસ રચના નથી,
કવિ હૃદયના ઓટોગ્રાફ આવવા જોઈએ.
ઊંડાણેથી નીકળીને ઊંડાણે પહોંચનારી,
વાચકે કવિના સ્પંદનોને પામવા જોઈએ.
આખરે બે ઉરનું અદીઠ જોડાણ છે એ,
ના કોઈએ લૈ ગજ કવિને માપવા જોઈએ.
છે એ પ્રેરણા પરમેશની ભલે ના છંદ હો,
શબ્દચિત્ર ખડું કરી દિલમાં રાખવા જોઈએ.