STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

કવિઓ ભોળા

કવિઓ ભોળા

1 min
343

કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા,

હોય છે જૂજ ના હોય એનાં કદી ટોળાં,


પરમેશ્વરની પ્રેરણાને હોય છે ઝીલનારા,

આ દુનિયામાં કેટલા એને હો સમજનારા ?

સ્વકૃતિ અપમાને જાણે કે અગનગોળા,

કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા,


કિંમત કરતાં મૂલ્યને જે મહત્વ આપતા,

કોમર્શિયલથી તો એ જાણે પળો કાપતા,

હોય છે એનાં હૈયાંઓ કેટકેટલાં પહોળા,

કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા,


એને અર્થની આંકણી લઈને ના કદી માપો,

એ છે દેનારા એને આપી આપીને શું આપો ?

લખે મા શારદાની પ્રેરણાથી ના ખાંખાખોળા,

કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા,


ભૂલેચૂકે પણ એને કદી પણ ના સતાવો,

કવિ મિત્રો હોવા એ જિંદગીનો લહાવો,

હોય છે એની નમ્રતા; ના માનો એને મોળા,

કવિઓ તો હોય છે દિલના સાવ ભોળા.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন