કવિ છો તમે.
કવિ છો તમે.
1 min
315
તમે સૂતેલાંનેય જગાડો કવિ છો તમે,
અજ્ઞાન અંધકારને ટાળો કવિ છો તમે,
મૂઆં સાથે પણ વાત કરી જાણો છો,
વેદનાને હાથ ફેરવો સુંવાળો કવિ છો તમે,
સજીવ સાથે નાતો તો ઠીક છે ભલા,
તમે પથ્થરનેય વળી પંપાળો કવિ છો તમે,
વાદળ સાથે વાત કરી આંખ વરસાવો,
શુષ્ક તરુની લીલી કરો ડાળો કવિ છો તમે,
બાળક બનીને રહેતાને ક્રોધને સદા ટાળો,
લખતાં કદી ના આવે કંટાળો કવિ છો તમે.
